VIDEO: સુરેન્દ્રનગરના બાબાજીપરા ગામમાં કેડસમા પાણી ભરાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનો વિરામ હોવા છતાં અનેક વિસ્તારોમાં સ્થિતિ હજુ પણ ગંભીર છે. લખતર તાલુકાનું બાબાજ

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનો વિરામ હોવા છતાં અનેક વિસ્તારોમાં સ્થિતિ હજુ પણ ગંભીર છે. લખતર તાલુકાનું બાબાજીપરા ગામ છેલ્લા 48 કલાકથી પાણીમાં ગરકાવ હોવાથી ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગામમાં કેડ સમાણા પાણી ભરાતા મહિલાઓ અને બાળકો પાણીમાં ઉભા પગે રહેવા મજબૂર બન્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. પાણી ભરાવાને કારણે ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ સમક્ષ મદદની માંગ કરી છે અને પાણીના નિકાલ સાથે ફૂડ પેકેટનું તાત્કાલિક વિતરણ શરૂ કરવાની અપીલ કરી છે.




