મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરના કોંઢ ગામે ખેડૂતોનું વીજપોલ સામે આંદોલન

સુરેન્દ્રનગર જિલ્લાના જેતપર બાદ હવે ધ્રાંગધ્રા તાલુકાનું કોંઢ ગામ ખેડૂત આંદોલનનું નવું

તસવીર: gstv

સુરેન્દ્રનગર જિલ્લાના જેતપર બાદ હવે ધ્રાંગધ્રા તાલુકાનું કોંઢ ગામ ખેડૂત આંદોલનનું નવું એપી સેન્ટર બનવા જઈ રહ્યું છે. અહીં વીજપોલ નાખવા બાબતે ખેડૂતો સરકાર સામે ઉગ્ર લડત ચલાવી રહ્યા છે.ખેડૂતોનું કહેવું છે કે સરકારનો નવો પરિપત્ર તેમને મંજૂર નથી અને 400% વળતર મળશે તો જ તેઓ તેને સ્વીકારશે. ભાજપના આગેવાનોએ મુખ્યમંત્રીને મળીને ખેડૂતો ખુશ હોવાની રજૂઆત કરી હતી, જેનો ખેડૂતોએ સખત વિરોધ કર્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ, તે આગેવાનો સાથે તેમને કોઈ લેવાદેવા નથી. આવતીકાલથી જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો આ સમર્થનમાં જોડાશે.

આ સમાચાર શેર કરો