મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરના ગડથલમાં ગૌચરની જમીન પર ખનીજ માફિયાઓનો બેફામ આતંક, તંત્ર મૌન!

સુરેન્દ્રનગર જિલ્લાના ગડથલ ગામે ખનીજ માફિયાઓ

તસવીર: gstv

સુરેન્દ્રનગર જિલ્લાના ગડથલ ગામે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને હવે તેઓએ ગૌચરની સરકારી જમીનને પણ બાકાત રાખી નથી. ગડથલ ગામના ખારી વિસ્તારમાં આવેલી ગૌચરની કિંમતી જમીનમાં માફિયાઓએ ખુલ્લેઆમ ભારે મશીનરી ઉતારીને મોટા પાયે ગેરકાયદેસર રેતી ચોરી શરૂ કરી દીધી છે. આ ગંભીર બાબતે ગ્રામજનો દ્વારા ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગૌચરની જમીન બચાવવા અને આ લૂંટ અટકાવવા માટે ગ્રામજનો આક્રોશ સાથે માગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક જાગે અને આ ખનીજ માફિયાઓ સામે કડક કાનૂની પગલાં ભરે.

આ સમાચાર શેર કરો