Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : A bogus doctor without a degree was caught in SOG raids at Nani Kathechi village of Surendranagar

VIDEO: સુરેન્દ્રનગરના નાની કઠેચી ગામે એસઓજીના દરોડા ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે નાની કઠેચી ગામે દરોડા પાડીને વધુ એક જોલાછાપ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. પકડાયેલા બોગસ ડોક્ટરનું નામ રણજીતભાઈ હકાભાઇ ધરજીયા હોવાનું સામે આવ્યું છે, જેની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ શખસ પાસે તબીબી પ્રેક્ટિસ માટેની કોઈપણ પ્રકારની માન્ય ડિગ્રી ન હોવા છતાં તે બેખોફ બનીને ક્લિનિક ચલાવી રહ્યો હતો અને ગ્રામીણ લોકોની સારવાર કરતો હતો. દરોડા દરમિયાન પોલીસે દવાખાનામાંથી મોટી માત્રામાં એલોપેથી દવાઓ તેમજ તબીબી સાધનોનો જથ્થો જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં છેલ્લા ગણતરીના દિવસોમાં જ અલગ-અલગ વિસ્તારોમાંથી આ ત્રીજો બોગસ ડોક્ટર ઝડપાયો છે, જેને પગલે આવા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

App Store