VIDEO: સુરેન્દ્રનગરના બે ડેમ હાઈ-લેવલ પર: વાંસલ અને ધોળીધજા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, તંત્ર દ્વારા એલર્ટ જાહેર.
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લામાં સારા વરસાદ અને નર્મદા કેનાલમાંથી પાણીની આવક થતા ડેમોમાં નવા નીર આવ્યા છે. જિલ્લાના ચુડાનો વાંસલ ડેમ ૮૮ ટકા અને સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ૯૫ ટકાથી વધુ ભરાઈ જતા બંને હાઈ-લેવલ સપાટી પર પહોંચ્યા છે. ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે બંને ડેમોમાં પાણીની આવક સતત ચાલુ છે, જેના કારણે સાંજ સુધીમાં બંને ડેમો ઓવરફ્લો થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને નદીના પટમાં અવરજવર ન કરવા માટે ગ્રામજનોને કડક સૂચના આપવામાં આવી છે.

