VIDEO: રાજકોટમાં પીકઅપ વાનથી બાઈક ચાલકને વારંવાર કચડવાનો પ્રયાસ, થયો આબાદ બચાવ

રાજકોટમાં લોડેડ પીકઅપ વાન ચાલક નરેશ ઠાકોરે બાઇક ચાલક ગભરુભાઈ સાસકીયા પર ચડાવી હત્યાનો પ્રયાસ કર્

રાજકોટમાં લોડેડ પીકઅપ વાન ચાલક નરેશ ઠાકોરે બાઇક ચાલક ગભરુભાઈ સાસકીયા પર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો. આરોપીએ એક નહીં, પરંતુ બે વખત બાઇક ચાલકને કચડવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. 

રાજકોટમાં બોલેરો ચાલકે બાઈક ચાલકને કચડવા માટે બે વખત બંધ બોડીની પીકઅપ વાન આગળ પાછળ કરી હતી. પરંતુ ગભરુભાઈ સાસકિયાનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાના CCTV સામે આવ્યા છે. જેના આધારે કુવાડવા પોલીસ મથકમાં નરેશ ઠાકોર સામે હત્યા પ્રયાસની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. કુવાડવા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરીને આરોપી નરેશ ઠાકોરને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આ મામલે વધુ વિગતો એકત્ર કરી રહી છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત