મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં સોસાયટીના મેન્ટેનન્સ મુદ્દે હુમલો, હિસાબના વિવાદમાં પૂર્વ પ્રમુખને પડ્યો માર

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી સગુન સોસાયટીમાં મેન્ટેનન્સ અને હિસાબ-કિતાબ બાબતે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. જે અંતે મારપી

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી સગુન સોસાયટીમાં મેન્ટેનન્સ અને હિસાબ-કિતાબ બાબતે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. જે અંતે મારપીટ સુધી પહોંચી ગયો. સોસાયટીના વર્તમાન પ્રમુખ યોગેશ પાટીલ અને તેમના દીકરાએ પૂર્વ પ્રમુખ સંદીપ દેસલે પર ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનું CCTV ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે કે, દેસલે એકટીવા પર દુકાન નજીક પ્રવેશતા જ સાતથી આઠ લોકોએ તેમને ઘેરી લઈ હુમલો કર્યો હતો.આ મામલે હાલના પ્રમુખ યોગેશ પાટીલ અને દેસલે વચ્ચે તંગદિલી વધતા મારપીટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ઘટનાના થોડા સમય બાદ સંદીપ દેસલે ડીંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને હાલના પ્રમુખ યોગેશ પાટીલ સહિત હુમલાખોરોના નામે ફરિયાદ નોંધાવી. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

આ સમાચાર શેર કરો