VIDEO: કોન્સ્ટેબલના પોલીસતંત્ર પર પ્રહાર
રાજકોટ થોડા મહિનાઓ પહેલા ગ્રામ્ય પોલીસ માંથી રાજીનામા મામલે ચર્ચાનો વિષય બનેલા કોન્સ્ટેબલ મીડિયા સમક્ષ આવ્યા છે. પોલીસ કોન્સ્

રાજકોટ થોડા મહિનાઓ પહેલા ગ્રામ્ય પોલીસ માંથી રાજીનામા મામલે ચર્ચાનો વિષય બનેલા કોન્સ્ટેબલ મીડિયા સમક્ષ આવ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ સાગર હંસરાજ ઝાપડીયાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે તેમણે સાત મહિના પહેલા રાજીનામું આપ્યું હોવા છતાં હજુ સુધી તે મંજૂર કરવામાં આવ્યું નથી. અનેક વખત મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નિર્ણય લેવાયો નથી. તેમણે માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો તેમજ કારણ વગર 100 કિલોમીટર દૂર બદલી કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ પોતાને અને પરિવારને ધમકીઓ મળતી હોવાનો દાવો કરી સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે. સાગર ઝાપડીયાએ જણાવ્યું કે તેઓ સમાજસેવા કરવા માંગે છે અને રાજકીય વિચારસરણીથી પ્રેરિત હોવાથી પોતાનું રાજીનામું વહેલી તકે મંજૂર કરવાની માંગ કરી છે.




