VIDEO : ૧૯ વર્ષીય યુવતીએ પોલીસ કોન્સ્ટેબલના પગ પર ગાડી ચડાવી
દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની ગંભીર સ્થિતિ સામે આવી છે, જ્યાં એક હિટ-એન્ડ-રન કેસમાં ૧૯ વર્ષી

દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની ગંભીર સ્થિતિ સામે આવી છે, જ્યાં એક હિટ-એન્ડ-રન કેસમાં ૧૯ વર્ષીય યુવતીએ ટ્રાફિક ડ્યુટી પર રહેલા દિલ્હી પોલીસના કોન્સ્ટેબલના પગ પર કાર ચડાવી દીધી હતી. ઘટનાની વિગત મુજબ, જ્યારે પોલીસકર્મીએ યુવતીને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે ગાડી થોભાવવાને બદલે ઝડપથી હંકારી મૂકી હતી, જેના કારણે પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ કોન્સ્ટેબલને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આરોપી યુવતીની અટકાયત કરી છે અને તેની કાર પણ જપ્ત કરી લીધી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. રાજધાનીના રસ્તાઓ પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને સુરક્ષા કર્મચારીઓ પર હુમલાની વધતી ઘટનાઓ સામે પોલીસ સખત વલણ અપનાવી રહી છે.






