મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જૈશ-એ-મોહમ્મદ કેસમાં ATSનો મોટો ખુલાસો, બોમ્બ અને હથિયાર તાલીમનો ભંડાફોડ

ગુજરાત એટીએસની તપાસમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. પકડાયેલ

તસવીર: gstv

ગુજરાત એટીએસની તપાસમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. પકડાયેલા આતંકીઓએ કાશ્મીરમાં જઈ આઠ મહિના સુધી AK-47 અને પિસ્તોલ ચલાવવાની તેમજ ઝેરી ગેસ બનાવવાની તાલીમ લીધી હતી. આરોપીઓએ સિદ્ધપુરના નદી પટ્ટ વિસ્તારમાં ટાઈમ બોમ્બના ટેસ્ટ બ્લાસ્ટ પણ કર્યા હતા.એટીએસ દ્વારા સ્થળ પરથી ટાઈમર બોમ્બ બનાવવાની સામગ્રી, શંકાસ્પદ કેમિકલ પાવડર, સોડિયમ ફોસ્ફેટ, જેહાદી સાહિત્ય અને 1.30 લાખ રોકડા જપ્ત કરાયા છે. પાકિસ્તાન સ્થિત હેન્ડલર અબ્દુલ્લા પાસેથી ફંડ મેળવી આ આતંકીઓ સુસાઇડ બોમ્બર તરીકે મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. હાલમાં એટીએસ ડિજિટલ પુરાવા અને સીડીઆરના આધારે રાજ્યમાં ફેલાયેલા આ સમગ્ર જેહાદી નેટવર્કની તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો