Ahmedabad News: એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં પ્રજાના પૈસે તાગડધિન્ના, નવી વસ્તુઓને જ આપી દીધી ભંગારમાં
એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે.
એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. હોસ્પિટલમાં બેઝમેન્ટનો દરવાજો બંધ કરી નવી વસ્તુઓ ભંગારમાં આપી દેવામાં આવી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે.
સામાન્ય રીતે જૂની અને નકામી વસ્તુઓ ભંગારમાં આપવામાં આવે છે. પરંતુ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં નવી વસ્તુઓને ભંગારમાં આપી દીધી! મળતી માહિતી અનુસાર, હોસ્પિટલમાં રિનોવેશનના બહાને નવી વસ્તુઓને જ ભંગારમાં નાખી દેવામાં આવી હતી. નવા બેડ અને બાંકડાઓનો બારોબાર વહીવટ કરી દેવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના બેઝમેન્ટનો દરવાજો બંધ કરી નવી વસ્તુઓ ભંગારમાં આપી દેવામાં આવી. નવા બાંકડાઓ અને બેડ નો ઉપયોગ કેમ નથી કરવામાં આવ્યો તે મોટો સવાલ છે.
આ ઘટનાના સીસીટીવી વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તંત્રની જાણ બહાર તો આ નવો સામાન ભંગારમાં આપી દેવામાં આવ્યો નહીં હોય, તો કોની રહેમ નજર હેઠળ આ કામ થયું હશે તે પ્રશ્ન છે.






