VIDEO: બનાસકાંઠાના દાંતામાં નદીનું જળસ્તર વધી જતાં બાળકો ફસાયા, ગામ લોકોએ તેડીને નદી પાર કરાવી
દાંતા તાલુકાની નાની કુંવારસીના બાળકોને નદીના ભારે પ્રવાહમાંથી પસાર થવાના વીડિયો સોશ
દાંતા તાલુકાની નાની કુંવારસીના બાળકોને નદીના ભારે પ્રવાહમાંથી પસાર થવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. દાંતા તાલુકાના બે અલગ અલગ જગ્યાએ શાળાના બાળકો નદીકાંઠે ફસાયા હતા. એક ગામથી બીજા ગામ બાળકો અભ્યાસ માટે જતાં બાળકોને ચોમાસામાં હાલાકી પડી રહી છે. દાંતા તાલુકાની નાની કુંવારસી ગામના લોકોએ જીવના જોખમે પ્રાથમિક શાળાના બાળકોને તેડીને નદી પાર કરાવી હતી.
બનાસકાંઠાના અંબાજીના દાંતામાં ભારે વરસાદને પગલે નદીના સ્તરમાં વધારો થયો છે. જેના જોખમી વીડિયો સામે આવ્યા છે. દાંતા તાલુકાના બે અલગ અલગ જગ્યાના એક જ દિવસમાં બે શાળાના બાળકો ફસાઈ ગયા હતા. ત્યારે ત્યાંના લોકોએ બાળકોને તેડીને નદી પાર કરાવી હતી. ઉલ્લેખનિય છે કે દાંતા તાલુકાની શાળાના બાળકો ચોમાસામાં જીવના જોખમે અભ્યાસ કરવા મજબુર બન્યા છે.
બોડિયાલી ગામે તેમજ નાની કુંવારશી ગામના બાળકો નદી કાંઠે ફસાયા હતા. કિડીમકોડી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં બાળકોને ઉંચકીને જીવના જોખમે નદી પાર કરાવાઈ હતી. આ વીડિયો જોયા પછી પણ જો તંત્રને કંઈ સૂઝે અને લોકોની મુશ્કેલી દૂર થાય તેવા પગલાં ભરે તેવી લોકો દ્વારા માંગ કરાઈ છે.






