VIDEO: પંજાબના મંત્રી સંજીવ અરોરા આપમાં જોડાતા અરવિંદ કેજરીવાલે કરી પ્રશંસા, કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પં
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબના મંત્રી સંજીવ અરોરાની ભાજપમાં જોડાવાને બદલે ઈડીની ધરપકડનો સામનો કરવાના નિર્ણયની પ્રશંસા કરી છે. કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું કે વ્યક્તિનું ચારિત્ર્ય મુશ્કેલ સમયે પ્રગટ થાય છે. સંજીવ અરોરાએ ભાજપમાં જોડાવાને બદલે જેલ જવાનું પસંદ કર્યું. તેમને સલામ. તેમણે આ કાર્યવાહીને ઓપરેશન લોટસ ગણાવી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. આપ નેતાઓએ આરોપ લગાવ્યો કે વિપક્ષી નેતાઓને ભાજપમાં જોડાવા માટે દબાણ કરવા EDનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.



