VIDEO: વડોદરા એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ-ભગવંત માનના સ્વાગત માટે ગણ્યા-ગાંઠ્યા કાર્યકરોની હાજરીથી ચર્ચા
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરા એરપો

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરા એરપોર્ટ આવી પહોંચ્યા છે. એરપોર્ટ પર આપના સ્થાનિક અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જોકે આ મુલાકાત સમયે એરપોર્ટ પર માત્ર ગણ્યા-ગાંઠ્યા કાર્યકરો જ જોવા મળ્યા હતા. બંને નેતાઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાત્રિ રોકાણ માટે લઈ જવામાં આવ્યા છે.



