VIDEO: 'અમારી એક સાથે ધરપકડ કરો, અમે ડરવાના નથી'- કેજરીવાલ
દિલ્હીમાં આમ આદમી પાર્ટી ભાજપના કાર્યાલયની બહાર ધરણા પ્રદર્શન કરવાની છે. AAPના વિરોધ પ્રદર્શનને જોતા દિલ્હ

દિલ્હીમાં આમ આદમી પાર્ટી ભાજપના કાર્યાલયની બહાર ધરણા પ્રદર્શન કરવાની છે. AAPના વિરોધ પ્રદર્શનને જોતા દિલ્હીમાં ભાજપની ઓફિસ બહાર પેરામિલિટ્રી ફોર્સ સહિત સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે.
આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે AAPની ઓફિસમાંથી કાર્યકરોને સંબોધતા ભાજપ પર પ્રહાર કર્યા હતા.કેજરીવાલે કહ્યું કે, "પીએમ મોદીએ એક ઓપરેશન ઝાડુ ચાલુ કર્યું છે, જેની હેઠળ તે આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે. કેજરીવાલે કહ્યું કે છેલ્લા 2 વર્ષથી તેમને અમારા નેતાઓની ધરપકડ કરવાનું શરૂ કર્યું છે. મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી, કાલે મારા PAની પણ ધરપકડ કરાઇ...હું વડાપ્રધાનને કહેવા માંગુ છું કે તમે એક એક કરીને ધરપકડ કેમ કરી રહ્યાં છો? આજે અમે બધા સાથે આવી રહ્યાં છીએ, તમે ધરપકડ કરો, અમે ડરવાના નથી."




