મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: શું ગુજરાત-દિલ્હીના લોકો પાકિસ્તાની છે?  કેજરીવાલે અમિત શાહને આપ્યો જવાબ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે ગુજરાત, દિલ્હી અને પંજાબના લોકો શું પાકિસ્તાની છે? આ દરમિયાન કેજરીવાલે દાવો કર્યો કે 4 જૂને વિપક્ષી ગઠબંધન 'INDIA'ની સરકાર બનવા જઇ રહી છે.

INDIA ગઠબંધનની બનશે સરકાર- કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દાવો કરતા કહ્યું, "લોકસભા ચૂંટણીને લઇને પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઇ ગઇ છે. અત્યાર સુધી સ્પષ્ટ થઇ રહ્યું છે કે મોદી સરકાર ચાર જૂને જઇ રહી છે અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવી રહી છે. કેટલાક લોકોએ સર્વે કર્યો છે અને તેમાં સામે આવ્યું કે ઇન્ડિયા ગઠબંધનને પોતાના દમ પર 300થી વધુ બેઠક મળશે.

કેજરીવાલે શું કહ્યું?

કેજરીવાલે સવાલ કર્યો કે શું દેશના લોકો પાકિસ્તાની છે. કેજરીવાલે કહ્યું, "કાલે ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી આવ્યા હતા. અમિત શાહની સભામાં 500 કરતા પણ ઓછા લોકો હતા. આ દરમિયાન અમિત શાહે જનતાને ગાળો બોલી હતી. અમિત શાહે કહ્યું કે AAPના સમર્થક પાકિસ્તાની છે. મારો સવાલ છે કે દિલ્હીના લોકોએ અમને 56 ટકા મત આપીને 62 બેઠક આપી છે. શું દિલ્હીના લોકો પાકિસ્તાની છે? પંજાબના લોકોએ અમને 117માંથી 92 બેઠક આપી છે. શું પંજાબના લોકો પાકિસ્તાની છે? ગુજરાતના લોકોએ અમને 14 ટકા મત આપ્યા તો શું તે પણ પાકિસ્તાની છે? ગોવાના લોકોએ પ્રેમ આપ્યો તો શું અહીંના લોકો પણ પાકિસ્તાની છે?"

અહંકાર ઓછો કરો- કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'અમિત શાહજીને પોતાના વારસ પસંદ કર્યા. શું તમને તેનો અહંકાર થઇ ગયો છે. હજુ તો તમે PM બન્યા નથી અને તમને અહંકાર આવી ગયો. તમે PM નથી બનવાના. ભાજપ જઇ રહી છે, તમે અહંકાર ઓછો કરો. યુપીના મુખ્યમંત્રી યોગીજીએ પણ દિલ્હી આવીને મને ગાળો બોલી. જ્યારે તેમના અસલી દુશ્મન તો પાર્ટીમાં જ છે.'

આ સમાચાર શેર કરો