Video: સુરતમાં અસામાજિક તત્વોનો આતંક, સોસાયટીમાં ઘુસીને લોકોને માર્યો માર
સુરતમાં પોલીસની ધાક ઓછી થઈ હોય તે રીતે અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. ડિંડોલી વિસ્તારમાં
સુરતમાં પોલીસની ધાક ઓછી થઈ હોય તે રીતે અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. ડિંડોલી વિસ્તારમાં મારામારીનો વીડિયો વાયરલ થયો છે. બેથી ત્રણ વ્યક્તિઓ પર આશરે દસેક જેટલા લોકો ફટકા અને ધોકા લઈ તૂટી પડ્યા હતાં. ડિંડોલીના અંબિકા ટાઉનશીપનો વીડિયો હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે. હાલ ડિંડોલી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. વીડિયો જોતા જાણે અસામાજિક તત્વોને પોલીસનો ખોફ જ નથી તેવું લાગી રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા આ વીડિયોના આધારે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Video: સુરતમાં જીવના જોખમે યુવતીની મસ્તી, ખુલ્લા હાથ રાખી ફૂલ સ્પીડે ચલાવ્યુ મોપેડ




