VIDEO: વટવામાં જૂની અદાવતમાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, પોલીસે ત્રણ શખ્સોની કરી ધરપકડ
અમદાવાદના વટવાના ઈન્સાનિયતનગર આવાસમાં જૂની અદાવતમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો
અમદાવાદના વટવાના ઈન્સાનિયતનગર આવાસમાં જૂની અદાવતમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. વર્ષો પહેલા થયેલી ભાઈની હત્યાની શંકા રાખીને આદિલ શેખ અને તેના સાગરીતોએ તલવાર જેવા ઘાતક હથિયારો સાથે સાકીર ઉર્ફે બોનાના ઘર પર હુમલો કર્યો હતો, જ્યાં રહેતી વૃદ્ધ વિધવા અને પુત્રવધૂને જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરમાં તલવારો સાથે ભય ફેલાવ્યો હતો.
આ હિંસક ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વટવા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપી આદિલ શેખ, ફારુક ગરદન અને મોઈન લંગડા સહિતના શખ્સોની ધરપકડ કરી કાયદેસરની તપાસ તેજ કરી છે.



