VIDEO: રાહુલ ગાંધીના નિવેદન અંગે હોબાળા વચ્ચે લોકસભામાં એન્ટિ પેપર લીક બિલ પાસ
સંસદમાં ‘એન્ટિ પેપર લીક બિલ’ પર સતત બીજા દિવસે ચર્ચા દરમિયાન

સંસદમાં ‘એન્ટિ પેપર લીક બિલ’ પર સતત બીજા દિવસે ચર્ચા દરમિયાન વિપક્ષી સાંસદોના આકરા વિરોધ, સૂત્રોચ્ચાર અને ભારે હંગામા બાદ આખરે લોકસભામાં આ બિલ પસાર કરી દેવાયું છે. દિવસભર ચાલેલા ઘર્ષણ, બપોરે 12:00, 2:30 અને 3:00 વાગ્યા સુધી ગૃહોની કામગીરી મુલતવી રહ્યા બાદ સદનની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શિક્ષણ વ્યવસ્થા, પેપર લીક, એનટીએની ભૂમિકા અને વિદ્યાર્થીઓ પરના બળપ્રયોગ મુદ્દે સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા. સામે પક્ષે સત્તાપક્ષના મંત્રીઓએ રાહુલ ગાંધીના નિવેદનોને અસંસદીય અને બેજવાબદાર ગણાવી તેમની પાસે માફીની માંગ કરી હતી.




