મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંબાજીની ત્રિશુલિયા ઘાટીમાં ફરી ટ્રક અકસ્માત, અઠવાડિયામાં બીજી ઘટના બની

બનાસકાંઠાના અંબાજીની ત્રિશુલિયા ઘાટીમાં ફરી એક વખત ટ્રક અકસ્માતની ઘટના બની છે

તસવીર: gstv

બનાસકાંઠાના અંબાજીની ત્રિશુલિયા ઘાટીમાં ફરી એક વખત ટ્રક અકસ્માતની ઘટના બની છે. અઠવાડિયામાં આ ઘાટીમાં અકસ્માતની આ બીજી ઘટના છે. અંબાજીથી ગાંધીધામ તરફ માર્બલનો પાવડર ભરીને જઈ રહેલો ટર્બો ટ્રક અકસ્માતનો ભોગ બન્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે. જોકે, ત્રિશુલિયા ઘાટીમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોવાને કારણે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. મહત્વનું છે કે ગત શનિવારે રાત્રે આ જ ઘાટીમાં મોટું ટ્રેલર પલટી જતા તેના ડ્રાઈવરનું મોત થયું હતું. સતત અકસ્માતોની ઘટનાઓને પગલે હવે વહીવટી તંત્ર સામે ઘાટીમાં યોગ્ય અને કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠી છે. સ્થાનિકો દ્વારા સુરક્ષાના જરૂરી પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો