મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હિંમતનગર સિવિલમાં વધુ એક ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ

​સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતી વધુ એક ત્રણ વર્ષ

તસવીર: gstv

​સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતી વધુ એક ત્રણ વર્ષની બાળકીને સારવાર અર્થે પીડિયાટ્રિક વિભાગમાં દાખલ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાની રહેવાસી આ બાળકીના લક્ષણો ગંભીર જણાતા તેના સેમ્પલ તાત્કાલિક લેબ ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. હાલમાં હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં બે બાળકીઓ વેન્ટિલેટર પર જિંદગીની જંગ લડી રહી છે. ઉલ્લેખનીય છે કે, પંથકમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ ૯ શંકાસ્પદ કેસો નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી અત્યંત દુઃખદ રીતે ૫ માસૂમ બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે ૨ બાળકો સંપૂર્ણ તંદુરસ્ત થતા ડિસ્ચાર્જ કરાયા છે અને ૨ બાળકીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ સમાચાર શેર કરો