Video: અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના; ગર્ભવતી મહિલાનું મોત, પૂર્વ સરપંચનો પુત્ર અકસ્માત સર્જી ફરાર
અમદાવાદના ભુવાલડીથી ઝાણુ ગામ જવાના રસ્તા પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક સગીર
અમદાવાદના ભુવાલડીથી ઝાણુ ગામ જવાના રસ્તા પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક સગીરે બેફામ કાર ચલાવતા પેવરબ્લોકનું કામ કરી રહેલા શ્રમિકોને કચડ્યા હતા. આ અકસ્માતના બનાવમાં એક ગર્ભવતી મહિલાનું મોત અને 2થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. સગીર પૂર્વ સરપંચનો પુત્ર હોવાનું જણાય છે.
નબીરો સગીર પૂર્વ સરપંચનો પુત્ર
મળતી માહિતી મુજબ, અમદાવાદના ભુવાલડી પાસે પૂર્વ સરપંચના પુત્રએ બેફામ પણે કાર ચલાવીને રસ્તાની બાજુમાં કામ કરી રહેલા શ્રમિકોને કચડ્યા હતા. અકસ્માતમાં એક ગર્ભવતી મહિલાનું કરૂણ મોત થયું છે. કેટલાક લોકોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવને લઈને સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ઘટનામાં એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોવાનું જણાય છે.
પાંચ બાળકો માતા વિહોણા બન્યા
મહિલાનો મૃતદેહ સિંગરવા હોસ્પિટલ ખાતે લવાયો છે. મૃતક મહિલાના પતિ ત્રણ દિવસનું કામ રાખ્યું હતું. મૃતક મહિલાના પાંચ બાળકો છે,જે હવે માતા વિહોણા થઈ ચૂક્યા છે. બનાવને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.








