Video: સુરતમાં BRTS કોરિડોરમાં વધુ એક અકસ્માત, રોંગ સાઈડમાં ધસી આવેલા ટેમ્પોએ બસને મારી ટક્કર

સુરત શહેરમાં BRTS કોરિડોરમાં પ્રતિબંધ હોવા છતાં ખાનગી વાહનો ઘૂસી આવવાની ઘટનાઓ અટકવાનું નામ

સુરત શહેરમાં BRTS કોરિડોરમાં પ્રતિબંધ હોવા છતાં ખાનગી વાહનો ઘૂસી આવવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. કૈલાશનગર પાસે BRTS કોરિડોરમાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જહાંગીરપુરાથી અલથાણ જતી બસ સામે અચાનક રોંગ સાઈડમાં ધસી આવેલા ટેમ્પોએ જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં બસના આગળના ભાગના કાચના ફુરચા ઉડી ગયા હતા. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જે ટેમ્પો ચાલકની ગંભીર બેદરકારીની સાક્ષી પૂરે છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત