મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આમળા ખાડી ઓવરફ્લો થતાં અંકલેશ્વર-હાંસોટ માર્ગ બંધ

અંકલેશ્વરમાં સતત વરસી રહેલા વરસાદના પગલે આમળા ખાડી ઓવરફ્લો થતા અંકલેશ્વર-હાંસોટ રાજ્ય ધોરી માર્ગ પ

તસવીર: gstv

અંકલેશ્વરમાં સતત વરસી રહેલા વરસાદના પગલે આમળા ખાડી ઓવરફ્લો થતા અંકલેશ્વર-હાંસોટ રાજ્ય ધોરી માર્ગ પર પાણી ફરી વળ્યું છે. કડકિયા કોલેજ પાસે બનાવવામાં આવેલા ડાયવર્ઝન પર પાણી ભરાતા માર્ગને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. વાહનચાલકોને હાલ આંબોલી-બોરીદ્રા થઈ પુનગામ તરફના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા મામલતદાર રાજન વસાવાએ ટીમ સાથે સ્થળ મુલાકાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ભારે વરસાદ વચ્ચે તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો