VIDEO: આમળા-ગઢુલા વચ્ચેનો માર્ગ ધોવાયો
ભાવગરના તળાજા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે આમળા અને ગઢુલા વચ્ચેનો મુખ્ય રસ્તો બિસ્માર બન્યો છે.. જેથી

ભાવગરના તળાજા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે આમળા અને ગઢુલા વચ્ચેનો મુખ્ય રસ્તો બિસ્માર બન્યો છે.. જેથી વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ માર્ગ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો માટે ખૂબ જ મહત્વનો અને શોર્ટકટ રસ્તો માનવામાં આવે છે. આ રસ્તા પરથી આમળા થઈને છેક ગોપનાથ બીચ સુધી જઈ શકાય છે, તેમજ ગોપનાથ, ગઢુલા, પીથલપુર, નીચડી, ખંઢેરા, તળાજા અને સંતરપુર જેવા અનેક ગામોના લોકો સતત આ માર્ગનો ઉપયોગ કરે છે. ભારે વરસાદને પગલે રસ્તો ધોવાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે અને સ્થાનિક લોકોને લાંબો ફેરો ફરવાની ફરજ પડી રહી છે, જેથી તંત્ર આ માર્ગનું તાત્કાલિક સમારકામ કરાવે તેવી લોકમાંગ ઉઠી છે.




