મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતઃ બે પિલર વચ્ચેનો ગડર નમી પડતા તોડી પડાયો

સુરત રેલવે ગોડાઉન પર નિર્માણ હેઠળના બ્રિજની કામગીરી દરમિયાન બે પિલર વચ્ચે આવેલો ગડ

સુરત રેલવે ગોડાઉન પર નિર્માણ હેઠળના બ્રિજની કામગીરી દરમિયાન બે પિલર વચ્ચે આવેલો ગડરનો મોટો ભાગ આખેઆખો નમી પડ્યો હતો. ગડર અચાનક નમી પડવાના કારણે તંત્ર દોડતું થયું હતું અને સુરક્ષાના પગલાં રૂપે તે ભાગને તાત્કાલિક તોડી પાડવામાં આવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી, જેથી મોટી દુર્ઘટના ટળી છે. આ ઘટના અંગે સંબંધિત અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવાનો હોવાથી આ ગડરને વ્યવસ્થિત રીતે નીચે ઉતારવામાં આવી રહ્યો હતો.

આ સમાચાર શેર કરો