VIDEO: મહારાષ્ટ્રમાં આભ ફાટ્યું: લેન્ડસ્લાઈડને કારણે મુંબઈ-પુણે વચ્ચેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટ્યો, 16 ટ્રેનો રદ
મહારાષ્ટ્રમાં આભ ફાટતાં મુંબઈ અને પુણે વચ્ચેનો સંપર્ક સંપૂર

મહારાષ્ટ્રમાં આભ ફાટતાં મુંબઈ અને પુણે વચ્ચેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. સોમવારે વહેલી સવારથી શરૂ થયેલા મૂસળધાર વરસાદને કારણે અનેક સ્થળોએ ભેખડો ધસી પડતાં પૂર જેવી સ્થિતિ સર્જાતા બંને શહેરોને જોડતી રેલ સેવાઓ અને હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. હવામાન વિભાગ (IMD) દ્વારા પુણે માટે રેડ એલર્ટ અને મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ઘાટ સેક્શનમાં એક પછી એક બે લેન્ડસ્લાઈડ, 16 ટ્રેનો રદ
સેન્ટ્રલ રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વહેલી સવારે આશરે 03.05 વાગ્યે કરજત-લોનાવાલા વચ્ચે ઠાકુરવાડી પાસે અને ત્યારબાદ ખંડાલા અને મંકી હિલ વચ્ચે ભેખડો ધસી પડી હતી. આ કુદરતી આફતના કારણે મુંબઈ-પુણે વચ્ચે દોડતી પ્રખ્યાત ડેક્કન ક્વીન, ઇન્દ્રાયણી એક્સપ્રેસ, ઇન્ટરસિટી એક્સપ્રેસ, ડેક્કન એક્સપ્રેસ, પ્રગતિ એક્સપ્રેસ, સિંહગઢ એક્સપ્રેસ અને ધુળે એક્સપ્રેસ સહિત 16 ટ્રેનો રદ કરવામાં આવી છે. અન્ય 9 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા છે અને ઘણી લાંબા અંતરની ટ્રેનો શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી છે. રેલવે તંત્ર હાલ યુદ્ધના ધોરણે ટ્રેક સાફ કરવાની કામગીરી કરી રહ્યું છે.
એક્સપ્રેસવે અને જૂનો હાઈવે બંધ
ભારે વરસાદ અને દર ભેખડો ધસી પડવાના કારણે મુંબઈ-પુણે એક્સપ્રેસવે અને જૂનો મુંબઈ-પુણે હાઈવે બંને વાહનવ્યવહાર માટે આગામી સૂચના સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે. ખોપોલી-કુસગાંવ લિંક પાસે ટનલ-2 ના એક્ઝિટ નજીક લેન્ડસ્લાઈડ થતાં વહેલી સવારે 4 વાગ્યાથી જ ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. એક્સપ્રેસવે પર એક કોંક્રિટ પિલર ધરાશાયી થઈને રોડ પર પડતાં કનેક્ટિંગ લિંક અને મિસિંગ લિંક વચ્ચેનો રસ્તો બ્લોક થઈ ગયો છે. જૂના હાઈવે પર પણ પાણી ફરી વળ્યા છે.
4 જિલ્લામાં શાળા-કોલેજો બંધ
આગામી કલાકોમાં હજુ વધુ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સોમવારે મુંબઈ, પુણે, ઠાણે અને પાલઘર જિલ્લાની તમામ સરકારી અને ખાનગી સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.ભારે વરસાદથી મુંબઈ-પુણે એક્સપ્રેસવે અને રેલ સેવા ઠપ્પ, મુસાફરો અટવાયા મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે મુંબઈ-પુણે વચ્ચેનો સંપર્ક સંપૂર્ણપણે ખોરવાયો છે. એક્સપ્રેસવેની નવી શરૂ થયેલી 'મિસિંગ લિંક' પર ટનલ-2 નજીક ભેખડ ધસી પડતાં વાહનોને લોનાવાલા તરફ ડાયવર્ટ કરાયા છે, જેનાથી કલાકો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. ઘાટ સેક્શનમાં ભૂસ્ખલન અને પૂરના કારણે ડેક્કન ક્વીન સહિત 16 ટ્રેનો રદ કરાતાં હજારો મુસાફરો અટવાયા છે.






