મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાધનપુરના નજુપુરા ગામે સિંચાઈનું પાણી ન મળતા આક્રોશ, ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચિમકી

પાટણના રાધનપુરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ જનતાનો આક્રોશ જોવા મળ્યો છે. નજુપુરા

તસવીર: GSTV

પાટણના રાધનપુરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ જનતાનો આક્રોશ જોવા મળ્યો છે. નજુપુરા ગામના લોકોએ નર્મદાના સિંચાઈનું પાણી ન મળતા ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા છે. છેલ્લા 10 વર્ષથી પાણી માટે વંચિત 500થી વધુ ગ્રામજનો ગામ છોડી હિજરત કરવા મજબૂર બન્યા છે. સિંચાઈના અભાવે 700 વીઘા જમીન સૂકીભઠ્ઠ થઈ ગઈ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે પાણી વગર દીકરા-દીકરીઓના લગ્ન પણ મુશ્કેલ બન્યા છે, જેને પગલે હવે આક્રમક બહિષ્કારનો માર્ગ અપનાવાયો છે.

આ સમાચાર શેર કરો