મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Anandની સરદાર પટેલ યુનિવર્સિટીનો 'લાફાકાંડ' મામલો હવે પોલીસ મથકે પહોંચ્યો, HOD સામે ફરિયાદ નોંધવા તજવીજ

આણંદ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીનો 'લાફાકાંડ' મામલો હવે પોલીસ મથકે પહોંચ્

તસવીર: GSTV

આણંદ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીનો 'લાફાકાંડ' મામલો હવે પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે તત્કાલીન એચઓડી પારૂલ પોપટ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. 

ગત ૧૮ માર્ચના રોજ ચાલુ વર્ગખંડમાં વિદ્યાર્થીઓની હાજરીમાં જ તત્કાલીન HOD પારુલ પોપટે અધ્યાપક ડૉ. મનીષ સોલંકીને લાફો ઝીંકી દીધો હતો. આ ઘટનાના ૧૬ દિવસ વીતી ગયા હોવા છતાં, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને કુલસચિવે કોઈ નક્કર પગલાં ન ભરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને લેખિત રજૂઆતો છતાં સત્તાધીશોની ઉદાસીનતાને કારણે શિક્ષણ જગતમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.   

આ સમાચાર શેર કરો