VIDEO: વડોદરામાં અજાણી મહિલાએ મસ્જિદમાં પ્રવેશ્યા બાદ મચાવ્યો હંગામો, પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી
વડોદરાના નાગરવાડા વિસ્તારમાં એક અજાણી મહિલાએ ભારે હંગામો મચાવ્યો હતો. શાક માર્કે

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં એક અજાણી મહિલાએ ભારે હંગામો મચાવ્યો હતો. શાક માર્કેટ પાસે આવેલી મસ્જિદમાં પ્રવેશી આ મહિલાએ બંગાળી ભાષામાં વાત કરી ધાર્મિક પુસ્તકની માંગ કરી હતી. સ્થાનિકોએ સતર્કતા દાખવી તાત્કાલિક કારેલીબાગ પોલીસને જાણ કરી હતી. પોલીસના આગમન બાદ મહિલાએ હોબાળો કરી પોલીસ વાહન નીચે ઘૂસવાનો પણ પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે તેને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. આ મહિલા બાંગ્લાદેશી હોવાની શક્યતાને આધારે પોલીસે વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.








