મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં AMTS લગ્ન વર્ધીના ભાડામાં ઘટાડો: AMC સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સ્ટેન્ડિંગ કમિટીમાં સામાન્ય નાગરિકો અને મધ્

તસવીર: gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સ્ટેન્ડિંગ કમિટીમાં સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અમદાવાદની AMTS બસોમાં લગ્ન પ્રસંગો માટે રાખવામાં આવતી 'લગ્ન વર્ધી' ના ભાડામાં ઘટાડો કરવામાં આવશે. અત્યાર સુધી લગ્ન પ્રસંગે બસ ભાડે રાખવા માટે એક તરફ જવાના ₹4,000 અને આવવાના ₹4,000 એમ મળી કુલ ₹8,000 ભાડું વસૂલવામાં આવતું હતું. ઊંચા ભાડાના કારણે મધ્યમ વર્ગના લોકો આ સુવિધાનો લાભ લઈ શકતા નહોતા. જેથી હવે એક નવી પોલિસી તૈયાર કરીને ભાડામાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે માહિતી આપી હતી.

આ સમાચાર શેર કરો