VIDEO: અમદાવાદમાં શ્રાવણ મહિનામાં AMTSની સ્પેશિયલ બસો દોડશે, 29 ધાર્મિક સ્થળોની લઈ શકશો મુલાકાત
આગામી દિવસોમાં શ્રાવણ માસ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વ
આગામી દિવસોમાં શ્રાવણ માસ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાવિકો માટે ખાસ આયોજન કરાઈ રહ્યું છે. તહેવારોમાં ભાવિક ભક્તોને અમદાવાદ શહેરના વિવિધ મંદિરો- ધાર્મિક સ્થળોએ આવવા જવા માટે સ્પેશિયલ બસ વર્ધી શરૂ કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં આવેલા વિવિધ પ્રસિદ્ધ ધાર્મિક સ્થોળના દર્શન- મુલાકાત માટે શ્રાવણ મહિના સહિત તહેવારોને લઇને એએમટીએસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના ધાર્મિક સ્થળોની મુલાકત અમદાવાદીઓ કરી શકે તે માટે ખાસ વર્ધી બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. જે બસ મારફતે અમદાવાદના ૨૯ જેટલા મંદિરોના દર્શન શહેરીજનો કરી શકશે.
અમદાવાદ શહેરના કોઈપણ એક સ્થળેથી 40 પેસેન્જરો સાથે મળીને આ બસ એડવાન્સમાં બુક કરવી શકશે. નક્કી કરેલા સ્થળેથી સવારે લઈ જશે અને સાંજે નક્કી કરેલા સ્થળે બસ પરત મૂકી જશે. જેના માટે ૩ હજાર જેટલું ફિક્સ ભાડું નક્કી કરવામાં આવ્યું છે.







