VIDEO/ અમરેલી: 3 જિલ્લા અને 16 તાલુકા પંચાયત બેઠકોનું ભાવિ નક્કી કરવા તંત્રની તડામાર તૈયારી
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ખાસ કરીને વડિયાની 3 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયતની બેઠકો માટે આજથી EVM રવાના કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. કુલ 90 બૂથ પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે પ્રિસાઈડિંગ ઓફિસરો અને ચૂંટણી સ્ટાફને સાધન-સામગ્રીની ફાળવણી કરવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા તંત્ર કટિબદ્ધ છે. પ્રશાસન દ્વારા તમામ કર્મીઓને નિયત સ્થળો પર રવાના કરવામાં આવ્યા છે.


