VIDEO : કોળી-ઠાકોર સમાજ પર વિવાદિત ટિપ્પણી અંગે કથાકાર રાજુબાપુએ રડીને માફી માંગી
Amreli news Kathakar Rajubapu apologized to Koli-Thakor samaj | ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા સિમર ગામે શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું,

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા સિમર ગામે શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કથાકાર રાજુબાપુએ પ્રેમ લગ્નને લઈને કોળી સમાજ અને ઠાકોર સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું, જેને લઈને વિવાદ વકર્યો હતો.
આ મામલે કોળી સમાજની લાગણી દુભાતા રાજુબાપુનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ઉપરાંત જાહેરમાં માફી માંગવાની માંગ સાથે મારેલીમાં રાજુબાપુના નિવાસ સ્થાને કોળી અને ઠાકોર સમાજના લોકો ભેગા થયા હતા.
દરમિયાન પોલીસની હાજરીમાં રાજુબાપુએ પોતાના નિવાસસ્થાન બહાર આવીને કોળી અને ઠાકોર સમાજના લોકોની રડીને અને હાથ જોડીને માફી માંગી છે અને પોતાની ભૂલ થઇ હોવાનું કહી માફ કરવા કહ્યું છે.






