VIDEO : મનીષ વઘાસીયાએ પાયલ ગોટી મારફતે કરાવ્યું હતું કુરિયર, અમરેલી લેટરકાંડના CCTV ફૂટેજ સામે આવ્યાં
Amreli letter scandal : અમરેલી લેટરકાંડ મુદ્દે અત્યાર સુધીનો સૌવથી મોટો ઘટસ્ફોટ થયો છે. અમરેલી લેટરકાંડના CCTV ફૂટેજ સામે

Amreli letter scandal : અમરેલી લેટરકાંડ મુદ્દે અત્યાર સુધીનો સૌવથી મોટો ઘટસ્ફોટ થયો છે. અમરેલી લેટરકાંડના CCTV ફૂટેજ સામે આવ્યાં મનીષ વઘાસીયાએ પાયલ ગોટી મારફતે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ અને દિલ્હી કુરિયર કરાવ્યું હતું, જેના CCTV ફૂટેજ સામે આવ્યાં છે.
કૌશીક વેકરીયા ઉપર લગાવેલ આક્ષેપોવાળો લેટર કમલમ સહિત દિલ્લી ભાજપ કાર્યાલયમાં પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર સહિતના આગેવાનોને કુરિયર કર્યા તે સમયના CCTV ફૂટેજ સામે આવ્યાં છે. કુરિયરનું પેમેન્ટ પાયલ ગોટીએ એક દિવસ ઓનલાઇન અને બીજા દિવસે રોકડું પેમેન્ટ કર્યું હતું. કોબા કમલમ અને દિલ્હી સુધી બે દિવસ માટે અલગ અલગ કુરિયર કર્યા હતા.




