VIDEO: અમરેલી જિલ્લા ગ્રામ સેવા મંડળ દ્વારા માંગણીઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આંદોલનની ચીમકી
અમરેલી જિલ્લા ગ્રામ સેવા મંડળ દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને જિલ્લા કલે

અમરેલી જિલ્લા ગ્રામ સેવા મંડળ દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જો આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ વિરોધના ભાગરૂપે સરકારી વોટ્સએપ ગ્રુપ લેફ્ટ કરવા, સરકારી કામગીરીનો બહિષ્કાર કરવા અને પેન ડાઉન હડતાલ પાડવાની ઉગ્ર ચેતવણી આપવામાં આવી છે. કર્મચારીઓની આ આક્રમક રજૂઆતથી વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે, અને વહેલી તકે યોગ્ય નિરાકરણ નહીં આવે તો સરકારી કામકાજ પર તેની ભારે અસર પડવાની પૂરી શક્યતા છે.




