મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: AMC દ્વારા પાંજરાપોળ વિસ્તારમાં બ્રીજ બનાવવા 50થી ઝાડ કાપવાનો નિર્ણય, લોકોએ દર્શાવ્યો વિરોધ

એક તરફ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષો વાવવાની વાત કરવામા આવે છે પરંતુ બીજી તરફ બ્રિજ

એક તરફ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષો વાવવાની વાત કરવામા આવે છે પરંતુ બીજી તરફ બ્રિજ બનાવવા માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. શહેરના પાંજરાપોળ વિસ્તારમાં બ્રિજ બનાવવા માટે શનિવારે મોડી રાત્રે વૃક્ષ કાપવા આવેલા કોર્પોરેશનના કર્મચારીઓને સ્થાનિકોનો વિરોધનો સામનો કરવો પડ્યો. કોર્પોરેશન દ્વારા વર્ષો જૂના બે વૃક્ષો કાપવામાં આવતા  સ્થાનિકોએ વિરોધ કર્યો. સ્થાનિકોના આક્ષેપ છે કે કોર્પોરેશન દ્વારા બ્રિજ માટે 50થી વધુ વૃક્ષો કાપી નાખવાનું આયોજન છે બે વૃક્ષો તો દૂર કરી દેવામાં આવ્યા છે. મહત્વનું છેકે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા પાંજરાપોળ વિસ્તારમાં બ્રિજ બનાવવાનોનિર્ણય કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો