મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: AMC દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે કાર પુલિંગ ફરજિયાત કરવા અંગે પરિપત્ર કરાયો જાહેર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે કાર પુલિંગ ફરજિ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે કાર પુલિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ AMCના તમામ અધિકારીઓને હવે ઓફિસ આવવા-જવા તેમજ ફિલ્ડ વિઝીટ દરમિયાન પણ કાર પુલિંગ સિસ્ટમનું પાલન કરવું પડશે. સાથે જ જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. એએમટીએસ અને બી.આર.ટી.એસ. બસ સેવાઓનો વધુ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય ટ્રાફિક ઘટાડવા, ઈંધણ બચાવવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે લેવામાં આવ્યો છે. નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની પણ શક્યતા છે.

આ સમાચાર શેર કરો