મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના રસ્તાઓ બન્યા બેહાલ, ભૂવામાં કાર ફસાતા AMCએ લગાવ્યું ચેતવણીનું બોર્ડ

અમદાવાદમાં ગઈ કાલે સાંજે મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. વરસાદ બાદ અમદાવાદના ઘણા વિસ્તારોમાં ભ

અમદાવાદમાં ગઈ કાલે સાંજે મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. વરસાદ બાદ અમદાવાદના ઘણા વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ બની હતી. જ્યાં નિકોલ પોલીસ સ્ટેશન નજીક રોડ બેસવાની ઘટના બની હતી.રોડ બેસી જતા એક કાર રોડમાં ફસાઈ હતી.

કોર્પોરેશન દ્વારા ચેતવણી બોર્ડ મારવામાં આવ્યું

રોડમાં કાર ફસાઈ ગયા બાદ કોર્પોરેશન દ્વારા ચેતવણી બોર્ડ મારવામાં આવ્યું હતું.આ બોર્ડ મારવાથી સાબિત એ થાય છે કે કોર્પોરેશન દ્વારા ખોદકામ બાદ પુરાણની કામગીરી યોગ્ય કરવામાં નથી આવતી. પ્રિમોન્સૂન કામગીરી અને ખોદાણ કર્યા બાદ એએમસીને પણ તેના પર વિશ્વાસ નથી રહ્યો.

આ સમાચાર શેર કરો