VIDEO: અંબાજી ભાદરવી પૂનમનો મેળો: વિરમગામથી ૩૭ વર્ષથી પદયાત્રા કરી અંબાજી પહોંચતો અનોખો સંઘ
બનાસકાંઠાના પ્રસિદ્ધ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની દિવ્ય અન

બનાસકાંઠાના પ્રસિદ્ધ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની દિવ્ય અને ભવ્ય શરૂઆત થઈ ગઈ છે. ૨૬ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળામાં દેશભરમાંથી લાખો ભક્તો અનોખા સંઘ લઈને અંબાજી પહોંચી રહ્યા છે, જેના કારણે સમગ્ર અંબાજી નગરીમાં શ્રદ્ધામય અને પવિત્ર ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે….આ મેળાની વિશેષતાઓમાં વિરમગામથી આવતો એક વિશેષ પદયાત્રા સંઘ છે, જે છેલ્લા ૩૭ વર્ષથી અવિરતપણે અંબાજી આવે છે. વિરમગામના રામજી મંદિરે દર્શન કરીને બહેનો, ભાઈઓ અને નાના બાળકો સહિતના ભક્તોનો આ સંઘ ૫ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે. મંદિરમાં ભક્તો દ્વારા આજનો દિવસ કેવો છે, સોના કરતા મોંઘો છેની ધૂન અને માતાજીના જયકાર સાથે ભક્તિભાવનું અદ્ભુત વાતાવરણ સર્જાયું છે.




