અમરેલીના તુલસીશ્યામ મંદિરનો અદ્દભુત નજારો દેખાયો, કેમેરામાં દ્રશ્યો થયા કેદ
અમરેલીના મધ્યગીરમાં આવેલ સુપ્રસિદ્ધ તુલસીશ્યામ મંદિરનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે. ચોમાસાની ઋતુમાં અહીં પ્રકૃત્ત
અમરેલીના મધ્યગીરમાં આવેલ સુપ્રસિદ્ધ તુલસીશ્યામ મંદિરનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે. ચોમાસાની ઋતુમાં અહીં પ્રકૃત્તિ સોળે કળાએ ખીલી ઉઠી છે. આ દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. જેને જોઈ કોઈ પણ વ્યક્તિનું મન લલચાઈ શકે છે.
મંદિરની સુંદરતા ખીલી સોળે કળાએ
મઘ્યગીરમાં આવેલ શ્યામ સુંદર ભગવાનના તુલસીશ્યામ મંદિરનો અદ્ભૂત નજારો સામે આવ્યો છે. વરસાદની સીઝનમાં પ્રવાસીઓ આ મંદિરની મુલાકાત લેવાનું પસંદ કરતા હોય છે. જ્યારે આ મંદિરના આહલાદક દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. ચોમાસામાં તુલસીશ્યામ તીર્થધામ મંદિર સોળે કળાએ લીલી વનરાઈથી ખીલી ઉઠ્યું છે. જેની સુંદરતા નિહાળવા દૂરદૂરથી લોકો અહીં આવે છે.




