મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

મોરબી જિલ્લાના વાંકાનેરમાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીનો એક ક

મોરબી જિલ્લાના વાંકાનેરમાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ કોંગ્રેસને મત આપવા કહેતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વીડિયોમાં ધારાસભ્ય પાણીની સમસ્યા અંગે વાત કરતા “પાણી તમે ક્યો ત્યારે છોડાવી દઈશ” એવું કહેતા સંભળાઈ રહ્યા છે. સાથે જ ભાજપના હિસાબે પાણી આવે છે અને લાભ સારો મળે છે તેવી ટિપ્પણી બાદ કોંગ્રેસને મત આપવા કહ્યું હોવાનું પણ વીડિયોમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે જીએસટીવી આ વાયરલ વીડીયોની પુષ્ટિ નથી કરતું.

આ સમાચાર શેર કરો