Godhra news: ગોધરા તાલુકા પંચાયતની મહિલા સભ્યના પતિનો કથિત ઓડિયો વાયરલ, જાણો શું છે સમગ્ર મામલો
રાજ્યના ગોધરામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. ગોધરા તાલુકાના રતન
રાજ્યના ગોધરામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. ગોધરા તાલુકાના રતનપુર કાંકડી ગ્રામ પંચાયતની મહિલા સભ્યના પતિ અને ગોધરા તાલુકા પંચાયતની મહિલા સભ્યના પતિ વચ્ચેની વાતચીતનો એક ઓડિયો વાયરલ થયો છે.આ ઓડિયો ક્લિપમાં ગોધરા તાલુકા પંચાયતના કર્મચારી દ્વારા મહિલા સભ્યના પતિની સાંઠગાંઠથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી નાણાંની ઉઘરાણી કરવામાં આવતી હતી..
લાભાર્થી પાસેથી 2 હજાર રૂપિયાની માંગણી
ઓડિયોમાં દરેક લાભાર્થી પાસેથી 2 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાની ચર્ચા છે, જેના કારણે પંચમહાલ જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને પંચાયતી રાજની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક લોકો અને સમાજના અગ્રણીઓ દ્વારા આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી રહી છે..જોકે જીએસટીવી આ વાઈરલ ઓડિયોની પૃષ્ટિ નથી કરતું.




