VIDEO: Surat મહાનગરપાલિકાની ચૂંટણીમાં તોડફોડની રાજનીતિ? AAP ઉમેદવારને ડરાવી-ધમકાવી કોર્ડન કરાયા હોવાનો આક્ષેપ
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના વ
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના વોર્ડ નંબર 18ના આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર ગૌતમ પટેલ સાથે બનેલી કથિત ઘટનાને પગલે સુરતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મળતી વિગતો અનુસાર, ગૌતમ પટેલને ગત રાતથી જ અજ્ઞાત તત્વો દ્વારા ડરાવવામાં આવ્યા હતા અને તેમને કોર્ડન કરી લેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.
મળતી માહિતી અનુસાર, વોર્ડ નંબર 18ના ઉમેદવાર ગૌતમ પટેલને ગત રાતથી જ કોઈ અજાણ્યા સ્થળે અથવા તેમના નિવાસસ્થાને જ ઘેરી લેવામાં આવ્યા હતા. તેમને માનસિક રીતે ડરાવવા-ધમકાવવામાં આવ્યા હોવાની વાતો વહેતી થઈ હતી. આ બાબતની જાણ થતા જ સવારના સમયે 'આપ'ના નેતાઓ અને કાર્યકરોમાં દોડધામ મચી ગઈ હતી.
આજે સવારે જ્યારે ગૌતમ પટેલને કેટલાક લોકો ગાડીમાં બેસાડીને ક્યાંક લઈ જઈ રહ્યા હતા, ત્યારે 'આપ'ના પ્રદેશ સ્તરના નેતા રજનીકાંત વાઘાણી અને અન્ય પદાધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કાર્યકરોએ ગાડીને આંતરી હતી અને ગૌતમ પટેલને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. 'આપ' નેતાઓએ આક્ષેપ કર્યો છે કે વિરોધ પક્ષો દ્વારા "તોડફોડની રાજનીતિ" કરવામાં આવી રહી છે અને ઉમેદવારોને ડરાવીને બેસાડી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે.




