VIDEO: અરવલ્લી જિલ્લામાં વિકાસના નામે વ્યાપક ભ્રષ્ટાચારનો આરોપ, ગરનાળામાં મોટી તિરાડો પડતા સ્થાનિકોમાં ભારે રોષ
રાજ્યના અરવલ્લીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં અરવલ્લી જિલ્
રાજ્યના અરવલ્લીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં અરવલ્લી જિલ્લામાં વિકાસના નામે વ્યાપક ભ્રષ્ટાચારની બૂમ ઉઠી છે. ભિલોડાના મઉ ગામ પાસે બનેલું નવું ગરનાળું માત્ર એક જ અઠવાડિયામાં બેસી જતાં તંત્રની પોલ ખુલી ગઈ છે. જાગૃત ગ્રામજનોનો આક્ષેપ છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે.
ગરનાળામાં મોટી તિરાડો પડતા સ્થાનિકોમાં ભારે રોષ
ગરનાળામાં મોટી તિરાડો પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભ્રષ્ટાચારના આ જીવતા જાગતા પુરાવાએ વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ગ્રામજનો હવે આ મામલે કડક તપાસની માંગ કરી રહ્યા છે.


