મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં વેપારીઓને ફસાવી GST અધિકારીઓ દ્વારા કરોડો રુપિયા પચાવી પાડવાનો આક્ષેપ

અમદાવાદમાં વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે જીએસટીના અધિકારીઓ નાના વેપ

અમદાવાદમાં વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે જીએસટીના અધિકારીઓ નાના વેપારીઓને કારણ વગર કનડગત કરે છે. ઓનલાઇન વ્યાપારને કારણે નાના વેપારીઓના ધંધા પર અસર થાય છે, ત્યારે એવા સમયે અધિકારીઓ દ્વારા કારણ વગર ફસાવીને કરોડો રુપિયાની ઉઘરાણી કરતા વેપારીઓને વધુ હાલાકી થતી  હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં દુકાન ચલાવી ધંધો કરતા નાના વેપારીઓ દ્વારા જીએસટી અધિકારીઓ પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું છે કે, અમારી દુકાને 5 અધિકારીઓ આવીને પુછતાછ કરી અમારી ચેકબુક, મોબાઈલ, લેપટોપ બધુ લઈ લીધું તેમજ અમારા બેંક એકાઉન્ટ કારણ વગર સીઝ કરી દેવામાં આવ્યા. અમે 2 કરોડ 32 લાખ રુપિયાની ટેક્સ ચોરી કરી છે તેમ કરી અમને 2.32 કરોડ રુપિયા ભરવા કહ્યું.

આ પણ વાંચો : VIDEO: અમદાવાદની શાળામાં AC લગાવવા મુદ્દે શિક્ષિકા વાલીઓને ફોસલાવતી હોવાનો વીડિયો વાયરલ

અમદાવાદ વેપારી મહા સંગઠનના પ્રમુખ મેઘરાજ દોડવાનીએ જણાવ્યું હતું કે કેટલાક અધિકારીઓ ખોટી રીતે વેપારીઓને પરેશાન કરે છે એકાઉન્ટ સીઝ કરવાની ચીમકી પણ ઉચ્ચારે છે. વેપારીઓ આ બાબતથી પરેશાન છે ધીમે ધીમે વેપારીઓ બહાર આવી રહ્યા છે. વેપારીઓને ખોટી રીતે કનડવાની પ્રવૃત્તિ બંધ કરવા માટે વેપારીઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે. નરોડાના એક વેપારી દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે કે તેઓ મોબાઇલનો વ્યવસાય કરે છે અને જ્યારે રેડ કરવામાં આવી ત્યારે તેઓ પાસેથી અધિકારીએ તગડી રકમ વસૂલી હતી.

આ સમાચાર શેર કરો