VIDEO: બાપુનગરમાં હોમગાર્ડ જવાનો દ્વારા કથિત રીતે થયેલા ખોટા મતદાનનો આક્ષેપ, કોંગ્રેસે કરી તટસ્થ તપાસની માંગ

અમદાવાદના બાપુનગરમાં હોમગાર્ડ જવાનો દ્વારા કથિત રીતે થયેલા ખોટા મતદાનનો આક્ષેપ લાગ્ય

અમદાવાદના બાપુનગરમાં હોમગાર્ડ જવાનો દ્વારા કથિત રીતે થયેલા ખોટા મતદાનનો આક્ષેપ લાગ્યો છે. કોંગ્રેસના ઉમેદવારોએ આ ગેરરીતિ અંગે પોલીસ અને ચૂંટણી કમિશનમાં લેખિત ફરિયાદ કરી છે, પરંતુ આ ફરિયાદના ત્રણ-ચાર દિવસ વિત્યા બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હોવાનો કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલે આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, જો તંત્ર આ મામલે તટસ્થ તપાસ કરી કડક પગલાં નહી ભરે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ લોકશાહીના વિશ્વાસને ડગમગાવી શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત