VIDEO: TRP અગ્નિકાંડ: નકલી મિનિટ્સ બુકમાં સહી કરનાર તમામ અધિકારીઓ ભરાયા, ક્રાઈમ બ્રાન્ચ કરશે પૂછપરછ
રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડમાં નકલી મિનિટ્સ બુકમાં સહી કરનાર TP શાખાના તમામ અધિકારીઓની પૂછપરછ થશે. પૂર્વ TPO અધ

રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડમાં નકલી મિનિટ્સ બુકમાં સહી કરનાર TP શાખાના તમામ અધિકારીઓની પૂછપરછ થશે. પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠીયાએ નકલી મિનિટ્સ બુક બનાવી હતી. નકલી મિનિટ્સ બુકમાં અધિકારીઓને ડરાવી અને ધમકાવી સાગઠીયા દ્વારા સહિ લેવામાં આવતી હતી.
ગેમઝોનના સંચાલકોને નોટિસ ફટકાર્યા બાદ પોતે કેટલી કામગીરી કરી તેના નકલી દસ્તાવેજી પુરાવા ઊભા કરવાનો સાગઠીયાએ પ્રયાસ કર્યો હતો. ટાઉન પ્લાનિંગ શાખાના 20 જેટલા કર્મચારીઓની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પુછપરછ કરવામાં આવશે. બેદરકારી અંગે રાજકોટ મહાનગર પાલિકાના કમિશ્નરને રિપોર્ટ કરવામાં આવશે.
ખોટી મિનિટ્સ નોટ બનાવી
આ મિનિટ્સ નોટ બનાવી તે ખરી ન હોવાનું જાણવા છતા ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ આગના બનાવના ગુનાની જવાબદારીમાંથી બચવા અને રજૂ કરવા અર્થે મનસુખ સાગઠિયાએ પોતાના કબજામાં રાખી હતી.
અગ્નિકાંડ સર્જાયા પછી મનુસખ સાગઠિયાએ બેઠક બોલાવી
TRP ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયા પછી મનુસખ સાગઠિયાએ બેઠક બોલાવી હતી. 27 મે 2024ના રોજ સાંજના 6:30 વાગ્યે સેન્ટ્રલ ઝોન ખાતે મીટીંગ બોલાવી હતી. Whatsapp ગ્રુપના માધ્યમથી એટીપી રાજેશ મકવાણાએ મનુસખ સાગઠિયાને જાણ કરી હતી.






