મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : અખિલેશ યાદવે જનગણના અને જાતિ ગણતરી મુદ્દે સરકારને ઘેરી, અમિત શાહ થયા ઉગ્ર

30સંસદના ત્રણ દિવસીય વિશેષ સત્રના પ્રથમ દિવસે કેન્દ્ર સરકારે મહિલા અનામત કાય

તસવીર: gstv

30સંસદના ત્રણ દિવસીય વિશેષ સત્રના પ્રથમ દિવસે કેન્દ્ર સરકારે મહિલા અનામત કાયદામાં સુધારા અંગેના ત્રણ બિલો રજૂ કર્યા છે, જેનો કોંગ્રેસ અને સપા સહિતના વિપક્ષોએ વિરોધ કર્યો હતો. ચર્ચા દરમિયાન સપા સાંસદ અખિલેશ યાદવે જનગણના અને જાતિ ગણતરી મુદ્દે સરકારને ઘેરી હતી, જેના જવાબમાં ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું કે જનગણના પ્રક્રિયા ચાલુ છે અને સરકાર જાતિ આધારિત ગણતરીનો પણ નિર્ણય લઈ ચૂકી છે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું કે ઘરોની ગણતરી બાદ જ્યારે લોકોની ગણતરી થશે ત્યારે જાતિની પણ નોંધણી થશે. મુસ્લિમ મહિલાઓના આરક્ષણ અંગેના સવાલ પર શાહે બંધારણીય મર્યાદાઓ ટાંકીને જણાવ્યું કે ધર્મના આધારે અનામત શક્ય નથી અને સપા ઈચ્છે તો પોતાની ટિકિટો મુસ્લિમ મહિલાઓને આપી શકે છે. હાલમાં સદનમાં આ બિલો પર ઉગ્ર ચર્ચા ચાલુ છે.

આ સમાચાર શેર કરો