મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના રાજપથ અને કર્ણાવતી ક્લબે મતદાન જાગૃતિ વધારવા કરી ખાસ પહેલ

અમદાવાદમાંથી મતદાન જાગૃતિને લઈને એક અનોખો પ્રયાસ સામે આવ્યો છે.

અમદાવાદમાંથી મતદાન જાગૃતિને લઈને એક અનોખો પ્રયાસ સામે આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ વધારવા માટે શહેરની જાણીતી રાજપથ ક્લબ અને કર્ણાવતી ક્લબે ખાસ પહેલ કરી છે. જે ક્લબ સભ્યો મતદાન કરશે તેમને 25 ટકા સુધીનું ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ક્લબના તમામ રેસ્ટોરન્ટમાં આ ઓફર લાગુ રહેશે. આશરે 15 હજાર જેટલી ફેમિલી ક્લબના સભ્ય છે, જેને આ યોજનાનો લાભ મળશે. મતદાનના દિવસથી લઈને આગામી ત્રણ દિવસ સુધી મતદાન કરનાર સભ્યોને આ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો